Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વરૂણ અને જ્‍હાન્‍વીની સોૈથી મોંઘી ફિલ્‍મ હશે

વરૂણ ધવનની ફિલ્‍મ જૂગ જૂગ જીઓ હાલમાં જ રિલીઝ થઇ હતી. હવે તેની ભેડીયા અને બવાલ આવવાની છે. હાલમાં તે જ્‍હાન્‍વી કપૂર સાથેની બવાલ નામની ફિલ્‍મનું યુરોપમાં શુટીંગ કરી રહ્યો છે. અહિ એક દિવસનો શુટીંગનો ખર્ચ અંદાજે અઢી કરોડનો આવી રહ્યો છે. આ ફિલ્‍મનું શૂટિંગ હાલમાં વોર્સોમાં દસ દિવસ સુધી કરવાનું શેડયુલ ગોઠવાયું હતું. આ ઉપરાંત પેરિસ, બર્લિન, પોલેન્‍ડ, એમ્‍સ્‍ટરડૅમ, ક્રાકોવ, વોર્સો અને ભારતમાં પણ કરવામાં આવશે. આ એક યુનિક લવ સ્‍ટોરી છે જેની એક્‍શનનું શૂટિંગ વોર્સોમાં કરવામાં આવ્‍યું છે. આ માટે જર્મનીથી એક્‍શન ડિરેક્‍ટર્સ અને સ્‍ટન્‍ટમેનની ટીમોને  બોલાવવામાં આવી હતી. લગભગ ૭૦૦થી વધુ મેમ્‍બર્સ રોજના સેટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્‍મને સાજિદ નડિયાદવાલા નિર્મિત અને નિતેશ તિવારી નિર્દેશીત આ ફિલ્‍મ વરૂણની અત્‍યાર સુધીની સોૈથી મોંઘી ફિલ્‍મ હશે.  એક્‍શન માટે ઘણા કેમેરા, ગ્રેનેડ, ચપ્‍પુ અને અલગ-અલગ પ્રકારના ધડાકા થાય તેવા પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ફિલ્‍મમાં જોરદાર એક્‍શન જોવા મળશે.

(10:21 am IST)