Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પ્રિયંકા ચોપરા યૂનિસેફના પોલેન્ડ સ્થિત કન્વેન્શન સેન્ટરમાં પહોંચી : યૂક્રેનની શરણાર્થી મહિલાઓ અને બાળકો સાથે મુલાકાત કરી

પ્રિયંકા ચોપરાએ કન્વેન્શન સેન્ટરમાં રહેતા બાળકો સાથે ક્રાફ્ટ બનાવ્યું અને બાળકોએ પ્રિયંકાને રમકડાં ગિફ્ટમાં આપ્યા : પ્રિયંકાએ વીડિયો શેર કર્યો

મુંબઈ તા.02 : બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી ઓળખાણ બનાવવાવાળી પ્રિયંકા ચોપડા અંદાજે 15 વર્ષોથી યૂનિસેફ સાથે જોડાયેલી છે, પ્રિયંકા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે ઘણી તસવીરો અવારનવાર શેર પણ કરતી રહે છે. જે ખૂબ વાયરલ થતી રહે છે. ત્યારે આ વખતે પ્રિયંકાએ યૂનિસેફના પોલેન્ડ સ્થિત કન્વેન્શન સેન્ટરમાં રહેલ યૂક્રેનની શરણાર્થી મહિલાઓ અને બાળકો સાથે મુલાકાત કરી હતી.

યૂક્રેનના આ નાગરિક રશિયા હુમલાની દરમિયાન પોલેન્ડ રેફ્યૂજી કેન્દ્રમાં પહોંચ્યા છે, ત્યાં દરેક ઉંમરના લોકો છે. પ્રિયંકાએ અહીં બધા સાથે મુલાકાત કરી અને બાળકો સાથે લાંબો સમય પસાર કર્યો. પ્રિયંકા ચોપરાએ કન્વેન્શન સેન્ટરમાં રહેતા બાળકો સાથે ક્રાફ્ટ પણ બનાવ્યું, અનેક બાળકોએ પ્રિયંકાને પોતાના હાથથી બનાવેલા રમકડાં પણ ગિફ્ટમાં આપ્યા છે.

પ્રિયંકાએ યૂક્રેનના રેફ્યૂજી મહિલાઓ પાસેથી તેની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમને આધાર આપ્યો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, પ્રિયંકાએ જ્યારે તેમની સાથે વાત કરી, ત્યારે તેમને જણાવ્યું કે, કેવી રીતે હૂમલાએ લોકો, વિશેષ રીતે બાળકો અને મહિલાઓના જીવનને પ્રભાવિત કર્યું છે.

પ્રિયંકા ચોપરાએ વીડિયો શેર કરતા એક લાંબી નોટ પણ લખી છે. તેને લખ્યું કે, યૂક્રેનમાં હજુ વોરની સ્થિતિ ખતમ નથી થઇ, તે દુનિયામાં સૌથી મોટા માનવ વિસ્થાપન સંકટોમાંથી એક છે, આકાર અને સ્તર બંનેમાં! પ્રિયંકા ચોપરાએ આગળ વધુમાં લખ્યું કે, 'કૃપયા આ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરો, તેઓ આ યુદ્ધથી સરળ રીતે પ્રભાવિત થયેલા લોકો છે.' પ્રિયંકા બાળકોને મળતા સમયે ઈમોશનલ પણ થઇ ગઈ.

(11:50 pm IST)