Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વોર આધારીત વધુ એક સિરીઝમાં અમિત

વેબ સિરીઝમાં પોલીસ ઓફિસર અને આર્મી ઓફિસરના દમદાર અને યાદગાર પાત્ર ભજવી ચુકેલો અભિનેતા અમિત સાધ હવે વધુ એક વોર આધારીત સિરીઝમાં દેખાશે. જેમાં અમિતની સાથે અમૃતા પુરી અને સુશાંત પણ છે. ઝીદ નામની આ સિરીઝ આર્મી ઓફિસરને સમર્પિત કરવામાં આવી છે. અમિતે કહ્યું હતું કે આર્મી ઓફિસર જે રીતે આપણા દેશની સલામતિ અને રક્ષણ માટે બલિદાન આપી રહ્યા છે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહિ. તેમનું દિલ માત્ર દેશની સુરક્ષા માટે જ ધમકતુ હોય છે. ઝીદ દ્વારા અમે સ્પેશિયલ ફોર્સિસ અને મહાન સૈનિકોને શ્રધ્ધાંજલિ આપીશું.  આ શો વિશે સુશાંતસિંહે કહ્યું હતું કે મને આ શોમાં કામ કરીને સેનાનો ભાગ બનવાની તક મળી છે. આ રોલને કારણે એક વ્યકિત તરીકે પણ મારો વિકાસ થશે. સેના હમેંશા સરહદો પર અવર્ણનિય સેવાઓ આપે છે. તેના કારણે જ આપણે ઘરમાં શાંતિથી સુઇ શકીએ છીએ.

(9:39 am IST)