Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'મિશન મજનૂ' 13 મે 2022ના થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડના ફેમસ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા કે જેમણે હાલમાં જ પોતાની ફિલ્મ શેરશાહથી એક નવું સ્થાન હાંસલ કર્યું છે અને સાથે જ ફરી એકવાર લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફરી એકવાર તે પોતાની આગામી ફિલ્મ મિશન મજનૂ સાથે આ જ કારનામું કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે. મિશન મજનૂ ફિલ્મ આવતા વર્ષે 13 મે 2022ના રોજ સિનેમાઘરોમાં સીધી રિલીઝ થશે.

(4:42 pm IST)