Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

આરઆરઆરના એ દ્રશ્યો દર્શકોને સ્તબ્ધ કરી દેશે

એસએસ રાજામોૈલીની ફિલ્મ 'આરઆરઆર'ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ એક પીરિયડ એકશન ફિલ્મ છે. જેમાં સ્વતંત્રતા સેનાની કોમરામ ભીમ અને અલ્લુરી સિતારામરાજુના યુવાકાળનું કાલ્પનીક વર્ણન છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણની મુખ્ય ભુમિકા છે. આરઆરઆરમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના ભવ્ય અને ગતિશીલ એકશન દ્રશ્યોથી ભરપુર હશે. આ દ્રશ્યો દર્શકોને સ્તબ્ધ કરી દેશે. ફિલ્મના સ્ક્રીન રાઇટર કેવી વિજેન્દ્ર પ્રસાદ જેણે બાહુબલી, બજરંગી ભાઇજાન જેવી ફિલ્મોની કહાની લખી છે તેણે કહ્યું હતું કે અમે રાજામોૈલીની ભાવનાઓ અને એકશનનું સંમિશ્રણ કરી રહ્યા છીએ. ફિલ્મના ફાઇટ સિન્સ લાગણી જગાવશે એનો મને પુરો વિશ્વાસ છે, દર્શકો ચોંકી જશે. તમામ દ્રશ્યો સાથે દર્શકો સીધા જોડાઇ જશે. આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડશે તેવો નિર્માતાઓનો દાવો છે. તેરમી ઓકટોબરે દશેરાના દિવસે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

(11:38 am IST)