Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

'કસૌટી જિંદગી કે' ફેમ અભિનેતા પ્રાચીન ચૌહાણની યુવતીની છેડતીનો આરોપમાં થઇ ધરપકડ

મુંબઈ: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 'કસૌટી જિંદગી કે' ફેમ અભિનેતા પ્રાચીન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. તેની પર છેડતીનો આરોપ મૂકાયો છે. જે બાદ કુરાર પોલીસે તેની ધરપકડ કરી હતી. કુરાર પોલીસના જણાવ્યા મુજબ મહિલા તેમની પાસે પહોંચી હતી અને પ્રચિન ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે, મહિલાને અયોગ્ય રૂપે સ્પર્શ કરવા બદલ તેની કલમ 354 હેઠળ તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને હમણાં સુધી કોઈ વધુ વિગતો આપી શકશે નહીં.

(5:24 pm IST)