Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ત્રણ ફિલ્મોની રાહમાં તારા

અભિનેત્રી તારા સુતારીયાએ બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મો જ કરી હોય પણ ખુબ ટુંકાગાળામાં જ તેણે અહિ નામ અને દામ મેળવી લીધા છે. તે મોટી ફિલ્મો પણ કરી રહી છે. ફિલ્મો ઉપરાંત તે પોતાની બોલ્ડનેસને કારણે પણ ચર્ચામાં હોય છે. પહેલી ફિલ્મથી જ બોલ્ડ અંદાજમાં બધાને ઘાયલ કરવા વાળી તારા સુતારીયા અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે. રીલ લાઇફમાં જ નહિ રિયલ લાઇફમાં પણ ખુબ બોલ્ડ છે. તે પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર પોતાના આ અંદાજને કારણે અવાર-નવાર સનસની મચાવતી રહે છે. તાજેતરમાં તેણે કેટલીક બિકીની તસ્વીરો પોસ્ટ કરતાં જ ચાહકોમાં હલચલ મચી ગઇ હતી. તેની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. તારાએ બોલીવૂડમાં સ્ટુડન્ડ ઓફ ધ યર-૨થી શરૂઆત કરી હતી. હવે તે એક વિલન-૨ અને તડપ અને હીરોપંતિ-૨ ફિલ્મની રાહમાં છે. આ બંને ફિલ્મોમાં તેનો દમદાર અભિનય છે. એક દસકા પહેલા તારાએ ટીવી પરદે કારકિર્દી શરૂ કરી હતી. એ પછી ૨૦૧૯માં તેણે પહેલી ફિલ્મ કરી હતી.

(10:26 am IST)