Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શાહિદ કપૂર-વિજય સેતુપતિનો વેબ સિરીઝમાં 'ડેબ્યુ'

મુંબઇ, તા.૩: બોલીવૂડ સ્ટાર શાહિદ કપૂર ટૂંક સમયમાં વેબ સિરીઝમાં 'ડેબ્યુ' કરશે. તે 'ધ ફેમિલી મેન'ના ડિરેકટર રાજ અને ડીકેની અપકર્મિગ ડિજિટલ સિરીઝમાં નજરે ચઢશે. જોકે આ વેબ સિરીઝનું નામ હજી નક્કી નથી. શાહિદ સિવાય એ શોમાં તમિળ સ્ટાર વિજય સેતુપતિ, રાશિ ખન્ના અને અમોલ પાલેકર જેવા એકટર્સ મહત્વની ભૂમિકામાં દેખાશે. શાહિદ આ સ્ટાર્સ સાથે કામ કરવા માટે બહુ ઉત્સુક છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી કિલપ શેર કરીને એ વિશે જણાવ્યું હતું. કપૂર એમેઝોન પ્રાઇમ વિડિયો શૃંખલાની સાથે ડિજિટલ 'ડેબ્યુ' કરશે.

એકટરે લખ્યું હતું કે રાહ જોઇ રહયો છું કે સેટ મને જલ્દી બોલાવે. વિજય સેતુપતિની સાથે ફ્રેમ શેર કરવા માટે રાહ નથી જોઇ શકતો. સોરી, રાશિ ખન્ના મને સેટ પર તારી સાથે રહેવાની આદત પડી ગઇ છે. હવે આ પોસ્ટ પર કોઇ લવ રિએકટ કરી રહયા છે તો કોઇ ફાયરવાળા ઇમોજી પોસ્ટ કરી રહયા છે.

(11:36 am IST)