Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

૧૯મીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

થ્રિલ એકસ્પીરિયન્સ માટે તૈયાર થઈ જાવઃ 3Dમાં રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ'

મુંબઇ, તા.૩: બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બોટમ'  રિલીઝ થવા જઈ રહી છે. કોરોનાને કારણે અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મની ડેટ પણ આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મ ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમે તમને જણાવ્યું હતું કે ફિલ્મ 'બેલ બોટમ' 3Dમાં રિલીઝ થઈ શકે છે. બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું છે કે આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે.

અક્ષય કુમાર આ વાત શેર કરતા સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતા અક્ષય કુમારે લખ્યું છે કે, '૧૯ ઓગસ્ટના રોજ થ્રિલ એકસપીરિયન્સ માટે તૈયાર થઈ જાવ, ફિલ્મ બેલ બોટમ 3Dમાં આવી રહી છે.' અગાઉ સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે, નિર્માતાઓ ઈચ્છે છે કે દર્શકો થિયેટરમાં ફિલ્મ જોવા આવે ત્યારે તેમનો અનેકગણો ઉત્સાહ જોવા મળે. આ કારણોસર ફિલ્મ મેકર્સ ટેકનિકના તબક્કાઓ પર ખૂબ જ કામ કરી રહ્યા છે. ફિલ્મના વિઝયુઅલથી લઈને સાઉન્ડ ઈફેકટ્સ અને બેક ગ્રાઉન્ડ સ્કોરને ડોલ્બી સાઉન્ડમાં 3D વર્ઝન અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અભિનેતા અક્ષય કુમારે બેલબોટમ ફિલ્મનું શુટિંગ ૩૫ દિવસમાં પૂર્ણ કરી લીધું હતું. ફિલ્મના શુટિંગ માટે તેઓ યુનાઈટેડ કિંગડમ ગયા હતા. ફિલ્મની શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધીનું શુટિંગ ૩૫ દિવસમાં પૂર્ણ કરી લીધું હતું. આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન રંજીત એમ તિવારીએ કર્યુંએ કર્યું છે, જેનું શુટિંગ સ્કોટલેન્ડમાં લંડનમાં કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૮૦ના સમય પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર રા એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પાત્રમાં અક્ષય કુમાર ખૂબ જ દમદાર અંદાજમાં છે.

અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થિયેટર ખૂબ જ સમય બાદ ખુલી રહ્યા છે અને ત્યારબાદ આ પહેલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

(11:36 am IST)