Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

નમિશ અને નિલુની ફરીવાર મા દિકરાની જોડી

ભારતીય ટીવી શોમાં જોવા મળતી જોડીઓ દર્શકોના દિલમાં ખુબ ઝડપથી જગ્યા બનાવી લે છે. જો કે મા-દિકરાની જોડીને બહુ વધુ પ્રેમ મળતો હોય તેવું ઓછુ થાય છે. ટીવી શો એ મેરે હમસફરમાં મા-દિકરા નિલુ વાઘેલા અને નમિશ તનેજાની જોડીને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. દંગલ ચેનલ પર સાંજે સાત વાગ્યે આવતા આ શોમાં માનો રોલ નિભાવતા અભિનેત્રી નિલુ વાઘેલાએ કહ્યું હતું કે નમિશ સાથે ફરી એકવાર કામ કરીને હું ખુશ છું. મેં અગાઉથી જ આ શોના મોટા ભાગના કલાકારો સાથે કામ કરી લીધું છે. આ કારણે ફરીથી મારા પરિવારમાં આવી હોવ એવું લાગે છે. નમિશ અને હું મા-દિકરાના રોલમાં ફરી સાથે આવ્યા છીએ અને અમારી જોડી પણ ખુબ જામી રહી છે. હું તેની સાથે મારા સગા દિકરા જેવો જ વ્યવહાર કરી રહી છું. એક દ્રશ્યમાં મારે તેના પર હાથ ઉગામવાનો હતો ત્યારે મને ખુબ ખરાબ લાગ્યું હતું. મને થયું હતું કે મારે મારા દિકરાને મારવાનો છે?  આ દ્રશ્ય માટે તૈયાર થવા મારે અમુક મિનીટો સુધી રાહ જોવી પડી હતી. નમિશ મને શુટીંગ પુરી થઇ ગયા પછી પણ મા કહીને બોલાવે છે. નમિશે કહ્યું હતું કે મેં વેદની ભુમિકા એટલા માટે સ્વીકારી હતી કે માના રોલમાં નિલુ વાઘેલા છે. હું તેમની હાજરી મારા માટે આશીર્વાદ સમજુ છું.

 

(9:41 am IST)