Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

૯૯ ટકા જજ, નેતા, બાબુ, અધિકારી અને પોલીસ કરપ્ટઃ રવીના ટંડન

કંગનાના ડ્રગ્સ સંબંધિત નિવેદન સામે એકટ્રેસે વરિષ્ઠ વકીલને જવાબ આપ્યો

મુંબઇ,તા. ૩: બોલીવુડમાં બિન્દાસ પોતાની વાત રજૂ કરવા માટે ઓળખાતી કંગના રનોટ એ હાલના દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ બધા જ લોકો સાથે શિંગડા ભરાવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી તે ખૂબ જ એગ્રેસિવ બની છે. સુશાંતના કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવતા કંગના રનોટે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં લગભગ ૯૯ ટકા લોકો ડ્રગ્સ લે છે. કંગનાના આ નિવેદન ઉપર રવીના ટંડને વળતો જવાબ આપ્યો છે.

કંગનાના આ નિવેદન પછી દેશના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ ટ્વીટ કર્યું કે, બોલીવુડ સેલીબ્રીટીઝ આ નિવેદન સામે ચુપ કેમ છે. એક અભિનેત્રીએ ટીવી ચેનલમાં દાવો કર્યો છે કે ઈન્ડસ્ટ્રીના ૯૯ ટકા લોકો ડ્રગ્સ લે છે. ઈન્ડસ્ટ્રીના એકેય વ્યકિતએ આનો વિરોધ કર્યો નથી. સેલીબ્રિટી મૌન રહેશે તો લોકોને શું મેસેજ મળશે.

જેઠમલાણીના આ ટ્વીટનો જવાબ આપતા રવીનાએ કહ્યું કે, ૯૯ ટકા જજ, નેતા, બાબુ, અધિકારી અને પોલીસ કરપ્ટ હોય છે. આ નિવેદન દરેક માટે જેનરિક ડિસ્ક્રિપ્શન નથી. લોકો સમજદાર છે. કેટલાક ખરાબ સફરજન આખી પેટીને ખરાબ નથી કરી શકતા. એવી જ રીતે અમારી ઈન્ડસ્ટ્રીમાં સારા લોકો અને ખરાબ લોકો છે.

(11:38 am IST)