Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

નવી સિરીઝની તૈયારીમાં સામંથા

દક્ષિણ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીની સુંદરી સામંથા રૂથ પ્રભુ બોલીવૂડમાં પણ જાણીતી બની ચુકી છે. તેણે ફેમિલીમેન-૨ વેબ સિરીઝમાં જબરદસ્‍ત રોલ ભજવી નામના મેળવી લીધી હતી. હવે તે બીજી એક સિરીઝની તૈયારી કરી રહી છે. આ સિરીઝના પાત્રની તૈયારી માટે તે હાલમાં અમેરિકા પહોંચી છે. સામંથા હવે સિટાડેલ નામની વેબ સિરીઝની તૈયારી કરી રહી છે. ધ ફેમિલીમેન સિરીઝ કર્યા બાદ તેના ડિવોર્સ થઇ ગયા હતાં. તે કારણે પણ તે ખુબ ચર્ચામાં રહી હતી. સામંથા હવે વરૂણ ધવન સાથેની સિરીઝમાં કામ કરશે. આ સિરીઝમાં તે હોલીવૂડ સ્‍ટાઇલની એક્‍શન કરતી જોવા મળવાની છે. સિટાડેલ શો માટે તેણે ચોક્કસ ફિટનેસ અને લાઇફસ્‍ટાઇલને ફોલો કરવાના હોવાથી તે અમેરિકા ગઇ છે. જ્‍યાં તે ફિઝીકલી ફિટ રહી શકે તે માટે એક્‍સપર્ટની મદદ લઇ રહી છે. તે આ શોમાં એક્‍શન કરતી જોવા મળશે. તે તેની નવી સિરીઝ ના પાત્ર માટે કોઇપણ જાતની કચાશ છોડવા માંગણી તની. વરૂણ ધવન પણ આ શોમાં ખુબ મહત્‍વની ભુમિકામાં જોવા મળવાનો છે.

(10:49 am IST)