Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

એ મારા માટે ખુબ જ ખુશીની વાતઃ શ્રધ્ધા

સિત્તેરના દસકમાં ૧૯ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ આવેલી ફિલ્મ નાગિનમાં રીના રોયએ ઇચ્છાધારી નાગિનનો રોલ નિભાવ્યો હતો. સુપરડુપર હિટ નિવડેલી આ ફિલ્મ આજે પણ જોવાઇ રહી છે. એ પછી તો નાગ-નાગિનને લગતી અનેક ફિલ્મો બની અને ટીવી શો પણ આવ્યા. હાલમાં પણ નાગિન નામનો ટીવી શો પાંચમી સિઝનમાં દર્શાવાઇ રહ્યો છે. નાગિનનું પાત્ર ભજવવા લગભગ તમામ હિરોઇનો તૈયાર હોય છે. શ્રધ્ધા કપૂર હવે આવું પાત્ર ભજવીને પોતાની લાંબા સમયની ઇચ્છા પુરી કરશે. ફિલ્મનું નામ પણ નાગિન રખાયું છે. આ ફિલ્મ ત્રણ સિરીઝમાં રિલીઝ થશે. શ્રધ્ધાએ કહ્યું હતું કે પરદા પર નાગિનનો રોલ નિભાવવો એ મારા માટે ખુબ જ ખુશીની વાત છે. શ્રીદેવીને નાગિન અને નિગાહે ફિલ્મની હું મોટી ચાહક છું. મને હમેંશા ઇચ્છા હતી કે હું આવો રોલ નિભાવું. ઇચ્છાધારી નાગિનનો કન્સેપ્ટ ફિલ્મો અને ટીવી પરદે હમેંશા સુપરહિટ રહ્યો છે. શ્રધ્ધાની ઇચ્છા પણ ઇચ્છાધારી નાગિન બનીને પુરી થશે.

(9:57 am IST)