Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વધુ એક સિરીઝમાં દિવ્યેન્દુ

કોઇપણ ફિલ્મ, શો કે સિરીઝમાં કોઇપણ કલાકારે ભજવેલું પાત્ર લોકજીભે ચડી જાય અને બધાને ગુમ ગમવા માંડે એ પછી તેનો ઉપયોગ અન્ય ફિલ્મ કે શોમાં પણ કરવામાં આવે છે. આ પાત્રના કપડા, બોલવાની સ્ટાઇલ, લાક્ષણિકતા પણ એવા જ હોય છે જે અગાઉના તેના પાત્રમાં હો છે. વેબસિરીઝ મિરઝાપુરમાં મુન્ના ભૈયાનું પાત્ર ભજવી દિવ્યેન્દુ શર્માએ નામના મેળવી લીધી છે. તેનું આ પાત્ર ખુબ જ લોકપ્રિય થયું છે. બંને સિઝનમાં તે સ્ક્રીન પર ઘણો દેખાયો છે. હવે દિવ્યેન્દુને એક સિરીઝમાં મુખ્ય રોલ મળી ગયો છે. ઝીફાઇવની ફિલ્મ બિચ્છુ કા ખેલમાં દિવ્યેન્દુ છે. આ સિરીઝ પણ મિરઝાપુરમાં બતાવાઇ છે તેવી જ પોલીસ અને ગુંડાઓ વચ્ચેની ખેંચતાણ છે. આ સિરીઝમાં દિવ્યેન્દુનું પાત્ર મુન્ના ભૈયાની બેકસ્ટોરી જેવું લાગે છે. ઝી ફાઇવ અને અલ્ટ બાલાજી પર અઢારમી નવેમ્બરે રિલીઝ થઇ રહેલી સિરીઝમાં દિવ્યેન્દુ સાથે અંશુલ ચોૈહાણ, સત્યજીત શર્મા, મુકુલ ચઢ્ઢાની પણ ખાસ ભુમિકા છે.

 

(9:57 am IST)