Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પહેલી કરવા ચોથની વાત કરી નીલુ વાઘેલાએ

આવતી કાલે કરવા ચોથનું વ્રત  છે ત્યારે અભિનેત્રી નીલુ વાઘેલાએ પોતાની પહેલી પહેલી કરવા ચોથની વાત યાદ કરી હતી. નીલુ હાલમાં દંગલ ટીવીના શો એ મેરે હમસફરમાં કામ કરી રહી છે. તે આ તહેવારની ઉજવણી ખુબ ઉત્સાહ પુર્વક કરે છે. તે કહે છે આ એક માત્ર એવો તહેવાર છે જે પતિ અને પત્નિના પ્રેમનું પ્રતિક છે. નીલુએ કહ્યું હતું કે મારા લગ્ન નાની ઉમરે થઇ ગયા હતાં. હું ત્યારે લગભગ ૧૯ કે ૨૦ વર્ષની હતી. ત્યારે હું કરવા ચોથનું મહત્વ પણ સમજતી નહોતી. પણ પહેલી કરવા ચોથ ઉજવવા ખુબ ઉત્સાહિત હતી. ઉત્સાહ એટલો હતો કે મને ભુખ જ લાગી નહોતી. દિવસ કેવી રીતે પસાર થઇ ગયો તેની ખબર જ નહોતી પડી. સાડી, ઘરેણા ખરીદ કર્યા હતાં. એ વખતે પતિએ ખુબ સહકાર આપ્યો હતો. આખા દિવસના ઉપવાસ પછી રાતે એટલા બધા વ્યજંન ખાધા હતાં કે જાણે હું વર્ષોથી ભુખી હોઉ. પણ જ્યારે જમવાનું શરૂ કર્યુ ત્યારે ખબર પડી હતી કે આ ભોજન ખતમ થઇ શકશે નહિ.

(9:57 am IST)