Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હીના ખાનની હોટ અદાએ કર્યા ઘાયલ

ટીવી પરદે વર્ષો સુધી કામ કરી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી હીના ખાન પોતાની ખુબસુરતીને કારણે પણ સતત ચાહકોના દિલમાં રહે છે. સોશિયલ મિડીયા પર સમયાંતરે પોતાના લૂકસને લઇને તે ચર્ચા જગાવતી રહે છે. તે કોઇપણ લૂક અપનાવે છે તેમાં તે ખીલી ઉઠે છે. હીના હવે ફિલ્મી પરદે અને વેબ સિરીઝના કામમાં વ્યસ્ત બની છે. ટીવી પરદેથી તે હાલમાં દૂર થઇ છે. તાજેતરમાં હીનાએ પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી, જેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી હતી. હીનાએ બ્લેક શોર્ટ ડ્રેસ સાથેની તસ્વીરો મુકી હતી. જેમાં તે અત્યંત હોટ દેખાઇ રહી છે. તેણે કાતિલ અંદાજ સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતાં. હીનાએ કારકિર્દીની શરૂઆત યે રિશ્તા કયા કહેલાતા હૈ શો દ્વારા કરી હતી. આ શોએ જ તેણીને લોકપ્રિયતાની ટોચ પર પહોંચાડી છે. તે ખતરો કે ખિલાડી શોમાં પણ જોવા મળી હતી. બિગ બોસ-૧૧માં પણ તે ભાગ લઇ ચુકી છે. હેકડ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. હાલમાં તે અન્ય પ્રોજેકટમાં વ્યસ્ત છે.

(10:18 am IST)