Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ફિટ રહેવું અત્યંત આવશ્યક છેઃ અજય

ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા અજય દેવગણે ત્રીસ વર્ષ પહેલા એકશન હીરો તરીકે શરૂઆત કરી હતી. ત્યારથી તે અહિ સતત કામ કરી રહ્યો છે. તેણે દરેક પ્રકારની ફિલ્મો કરી છે. અજયએ ૧૯૯૧ની ૨૨ નવેમ્બરે 'ફૂલ ઔર કાંટે' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને હવે ૩૦ વર્ષ થયાં છે. બોલીવુડમાં સતત ત્રણ દાયકા સુધી ટકી રહેવા વિશે અજય દેવગને કહ્યું હતું કે એવું કહેવાય છે કે ફિટ વ્યકિત વધુ કામ કરી શકે છે. બોલીવુડમાં ૩૦ વર્ષ સુધી ટકી રહેવા માટે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે અને એમાં પણ એક પણ બ્રેક ન લેવો. મને નથી ખબર કે મારી ફિલ્મોમાં એવું તો શું હતું કે મારી દુનિયા બદલાઈ ગઈ. સિનેમાની દરેક વસ્તુ ખૂબ જ સારી અને આનંદપ્રદ છે. અત્યારે સિનેમામાં દરેક વસ્તુનો વિકાસ થઈ રહ્યો છે અને એ માટેની મારી ભૂખ ક્યારેય સંતોષાય એમ નથી. ફૂલ ઔર કાંટે પર મને ગર્વ છે, કારણ કે એણે મને જન્મ આપ્યો છે અને તાન્હાજી ધ અનસંગ વોરિયરએ મારી કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ બે ફિલ્મોની વચ્ચે મેં ઘણી સિદ્ધિઓ મેળવી છે અને ભૂલો પણ કરી છે. હું આગળ વધવામાં માનું છું.

(10:10 am IST)