Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ત્રણ ભાષામાં રિલીઝ થશે શોભીતાની ફિલ્મ

અભિનેત્રી શોભીતા ધુલિપાલાએ બોલીવૂડમાં ૨૦૧૬માં રામન રાઘવ ૨.૦ ફિલ્મથી શરૂઆત કરી હતી. એ પછી તેણે શેફ, ધ બોડી, ઘોસ્ટ સ્ટોરી સહિતની હિન્દી ફિલ્મો અને ચાર જેટલી સાઉથની ફિલ્મો કરી છે. મેઇડ ઇન હેવન નામની વેબ સિરીઝ પણ તે કરી ચુકી છે. તેની હિન્દી ફિલ્મ સિતારા આવી રહી છે. ફિલ્મ મેજરનું શુટીંગ પુરૂ કર્યુ છે. આ ફિલ્મ શહિદ સંદિપ ઉન્નીક્રિષ્નનના જીવન પર આધારીત છે. શોભીતાએ મેજર ફિલ્મનું ડબીંગનું કામ પુરું કરી લીધું છે. આગામિ ૧૧મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શોભીતાની સાથે અદિવી સેશ, સઈ માંજરેકર, પ્રકાશ રાજ, રેવતી અને મુરલી શર્મા પણ જોવા મળશે. ફિલ્મને હિન્દી, તેલુગુ અને મલયાલમમાં  રિલીઝ કરવામાં આવશે. સંદીપ ઉન્નીક્રિષ્નને આપેલા ત્યાગ, સમર્પણ અને દેશભકિતની ઝલક ફિલ્મમાં જોવા મળશે.

(9:56 am IST)