Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કાજલ અગ્રવાલ આ વર્ષે બનશે માતા : બેબી બમ્પ ફ્લોન્ટમાં મળી જોવા

મુંબઈ: પોતાની પ્રેગ્નન્સીની પુષ્ટિ કરતા અભિનેત્રી કાજલ અગ્રવાલે એક તસવીર પોસ્ટ કરી જેમાં તે તેના પતિ અને બેબી બમ્પ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.તેના પતિ ગૌતમ કિચલેએ અગાઉ સારા સમાચાર શેર કર્યા હતા કે બંને ટૂંક સમયમાં માતાપિતા બનવાના છે, જેના પર અભિનેત્રીના ચાહકો અને સહ કલાકારો ખુશ છે.આ દરમિયાન કાજલની એક તસવીર સામે આવી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં હાઈ સ્લિટ બોડીમાં જોવા મળી રહી છે. આમાં કાજલનો બેબી બમ્પ સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલીક વધુ તસવીરોમાં કાજલ અને ગૌતમ આનંદની પળોમાં જોવા મળે છે.કાજલની પ્રેગ્નન્સીની અફવા છેલ્લા ઘણા દિવસોથી ફેલાઈ રહી હતી, પરંતુ ગૌતમે નવા વર્ષ પર ચાહકોને આ ખુશખબર આપી હતી. કાજલ અને ગૌતમના લગ્ન 30 ઓક્ટોબર, 2020ના રોજ મુંબઈમાં થયા હતા. કોરોના મહામારીના કારણે આ લગ્નમાં માત્ર નજીકના લોકોએ જ હાજરી આપી હતી.

(7:08 pm IST)