Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

નકુલ મહેતા બાદ તેમની પત્ની જાનકી અને પુત્ર સુફીને પણ કોરોના પોઝીટીવ

મુંબઈ: બડે અચ્છે લગતે હૈં 2 ફેમ નકુલ મહેતાએ થોડા દિવસો પહેલા તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તે કોરોનાનો શિકાર બન્યો છે અને હવે એવા અહેવાલો છે કે નકુલ બાદ તેની પત્ની જાનકી પારેખ અને પુત્ર સૂફી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જાનકીએ સોમવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપતા જાનકીએ લાંબુ અને પહોળું કેપ્શન લખીને સૂફીના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી આપી હતી.

(7:19 pm IST)