Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ક્રાઇમ શો હોસ્ટ કરવા માટે ઉત્સુક છે મોના

ટીવી પરદા પર જસ્સી જૈસી કોઇ નહિ શો થકી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી મોનાસિંહ ફરીથી ટીવી પરદે આવી રહી છે. આ વખતે તે ક્રાઇમ શો મોૈકા-એ-વારદાતનું સંચાલન કરી રહી છે. શોમાં તેની સાથે રવિ કિશન પણ છે. આ શોના અનેક એપિસોડ હશે. જેમાં અલગ અલગ કહાનીઓ દેખાડવામાં આવશે. પહેલા આ શોને હોસ્ટ કરવામાં રશ્મિ દેસાઇનું નામ પણ ચર્ચાયું હતું. પરંતુ નિર્માતાઓએ અંતે મોના સિંહનું નામ ફાઇનલ કર્યુ હતું. મોના સિંહે નવ વર્ષ પહેલા ક્રાઇમ થ્રિલર શો સીઆઇડીમાં પણ કામ કર્યુ હતું. મોનાએ કહ્યું હતું કે મોૈકા-એ-વારદાત શો સાથે હું જોડાઇ ગઇ છું અને આ કામ કરવા માટે સતત ઉત્સુક પણ છું. આ ખુબ મજેદાર પ્રોજેકટ છે. હાલમાં શોની ડિટેઇલનું કામ ચાલી રહ્યું છે. ટુંક સમયમાં જ શોનું શુટીંગ શરૂ થઇ જશે. શુટીંગનું સ્થળ પણ હવે નક્કી થશે. મોનાએ ટીવી શો કવચમાં  છેલ્લે ૨૦૧૯માં કામ કર્યુ હતું. થ્રી ઇડિયટ્સ, ઉટ પટાંગ, ઝેડ પ્લસ જેવી ફિલ્મો પણ તે કરી ચુકી છે.

(10:22 am IST)