Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મને ભગવાને બચાવી લીધી હતીઃ સુસ્‍મિતા

અભિનેત્રી સુસ્‍મિતા સેન છેતાલીસ વર્ષની ઉમરે પણ કુંવારી છે. હાલમાં તેના ભાઇ રાજીવ અને ભાભી ચારુનું લગ્ન જીવન ભંગાણને આરે પહોંચ્‍યું છે. ત્‍યારે સુસ્‍મિતાએ કહ્યું હતું કે મેં લગ્ન નથી કર્યા એ જ સારું છે. તેણે કહ્યું હતું કે હું આમ તો ત્રણ વખણ લગ્ન કરવાની નજીક પહોંચી ગઇ હતી. પરંતુ મને ભગવાને બચાવી લીધી હતી. હું નથી ઇચ્‍છતી કે કોઇપણ આવે અને જવાબદારી નિભાવે. જિંદગીમાં હું નસિબદાર રહી છું અને ઘણા સારા છોકરાઓને મળી છું. પરંતુ કદી પણ તેની સાથે લગ્ન કરવાનો વિચાર નથી આવ્‍યો. તેનું એક માત્ર કારણ હતું કે એ નિરાશ હતાં. મારી દિકરીઓ આ પાછળનું કારણ નહોતી. તેણે મારી જિંદગીમાં જે કોઇ આવ્‍યું તેને સ્‍વીકાર્યા છે. સુસ્‍મિતાનું નામ વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, રણદીપ હુડા, બંટી સચવેદ, ઇમ્‍તિયાઝ ખત્રી, મુદ્દસર અઝીઝ, વસીમ અકરમ, રોહમન શોલ સહિતની સાથે જોડાયું હતું. હાલમાં તે એકલી જ છે. ફિલ્‍મી પરદાથી દૂર સુસ્‍મિતાએ વેબ સિરીઝ આર્યાથી જબરદસ્‍ત કમબેક કર્યુ છે.

(10:21 am IST)