Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

એવું કરનારો હું પ્રથમ હતોઃ સચીન

અભિનેતા સચિન પિલગાંવકરને લાંબા સમય પછી દર્શકોએ ગયા વર્ષે આવેલી તેની વેબ સિરીઝ સિટી ઓફ ડ્રીમ્સમાં જોયો હતો. સચિને તેમાં ચીફ મિનીસ્ટર જગદીશ ગુરવના રોલમાં ખુબ પસંદ કર્યો હતો. સચિન પિલગાવકરે જણાવ્યું હતું કે મેં નાગેશ કુકુનુરને કારણે 'સિટી ઓફ ડ્રીમ્સ' સાઇન કરી હતી. એની બીજી સીઝન પણ હોટસ્ટાર પર આવી ચુકી છે. ફરીથી સચીન મુખ્યમંત્રીના રોલમાં દેખાયો છે. બીજી સિઝનમાં પણ અતુલ કુલકર્ણી અને પ્રિયા બાપટ મુખ્ય રોલમાં દેખાશે. સચિન કહે છે મેં વેબ સિરીઝમાં કામ કરવાની શરૂઆત ૨૦૧૬માં આવેલી ૬ એપિસોડ્સની વેબ-સિરીઝ 'સેકસ ચેટ વિથ પપ્પુ એન્ડ પાપા'થી કરી હતી.  એમાં બાળકોને સેકસ એજ્યુકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. મને લાગે છે કે મારી જનરેશનનો હું પ્રથમ વ્યકિત હતો જેણે વેબ-સિરીઝમાં કામ કર્યું હોય. મને નથી લાગતું કે એ સમયે કોઇએ વેબ-સિરીઝમાં હાથ અજમાવ્યા હોય. ત્યાર બાદ ગયા વર્ષે મેં વેબ-સિરીઝ 'સિટી ઑફ ડ્રીમ્સ'માં કામ કર્યું હતું. એમાં કામ કરવાનું કારણ નાગેશ કુકુનૂર હતાં. કારણ કે તે મારા ખાસ મિત્ર છે અને હું પહેલેથી તેનો ચાહક રહ્યો છું.

(10:18 am IST)