Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

પોષણ વિશેષજ્ઞ પણ છે અભિનેત્રી વૈષ્ણવી

અભિનેત્રી વૈષ્ણવી મેકડોનાલ્ડે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કે જે એક થી સાત સપ્ટેમ્બર સુધી ઉજવાય છે તેના અંગે કહ્યું હતું કે તે પોતે  પ્રમાણિત પોષણ વિશેષજ્ઞ છે. તેણે કહ્યું હતું  કે સંતુલિત આહાર અને પોષક તત્વોનું સંયોજન આપણા શરીરમાં સમગ્ર વિકાસમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. પરંતુ આપણામાંથી અનેક આ બાબતે ગંભીર હોતા નથી. પોૈષ્ટિક ભોજનનું મહત્વ પણ વૈષ્ણવીએ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે પોૈષ્ટીક ભોજન તમને માનસિક રીતે પણ સક્ષમ રાખે છે. વૈષ્ણવી હાલમાં દંગલ ટીવીના શો એ મેરે હમસફરમાં સૂરજમુખીની ભુમિકા નિભાવી રહી છે. તે કહે છે કે મને પહેલેથી જ પોષણ અને સ્વાસ્થ્યમાં ખુબ રસ છે. મેં આ બાબતે એટેલો અભ્યાસ કરી લીધો છે કે હું તેના કારણે એક કલીનીક પણ ખોલી શકુ છું. હું મારા અંગત મિત્રો અને પરિવારજનોને મારા જ્ઞાનનો લાભ આપતી રહુ છું. શારીરિક અને માનસિક સકારત્મકતા માટે પણ સ્વસ્થ આહાર અત્યંત જરૂરી છે. વૈષ્ણવી બપોરના સમયે મોટે ભાગે એક કપ દહીં, રાયતું, સલાડ અને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે. લીલા શાકભાજી અને અખરોટ પણ લાભદાયી હોય છે.

(10:04 am IST)
  • આ મહિનામાં મંત્રી મંડળમાં ફેરફારો નહિ થાયઃ ૧૭ તારીખ આસપાસ ગુજરાતમાં પ્રધાન મંડળમાં ફેરફારો આવી રહ્યાના અને ૭ પ્રધાનો ઉમેરાશે તેવા વહેતા થયેલા હેવાલોને ઝી-૨૪ ન્યુઝ ચેનલમાં નકારી કઢાયાઃ ૨૨મીએ નવા પ્રદેશ માળખાની રચના થશે તેવી ભારે ચર્ચા છે તેપણ સત્તવાર સૂત્રોએ નકારી કાઢેલ છે access_time 5:48 pm IST

  • ચેન્નાઈ સુપર કિંગ્સની ચિંતા વધી : હવે હરભજન પણ આઈપીએલમાંથી બહાર :સુરેશ રૈના બાદ સ્ટાર ઓફ સ્પીનર હરભજને પણ આઈપીએલમાં નહિં રમવાનો નિર્ણય લીધો છે : એવું માનવામાં આવે છે કે હરભજને કોરોના વાયરસની બીકના લીધે આઈપીએલ નહિં રમવાનું નક્કી કર્યુ છે : ચેન્નઈની ટીમ યુએઈ ગઈ ત્યારે તે ટીમની સાથે જોડાયો ન હતો ત્યારથી જ તેના રમવા અંગે અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો access_time 3:47 pm IST

  • સેના પ્રમુખ નરવણેએ LACની સમીક્ષા કરી : LAC પર સ્થિતિ અત્યંત ગંભીર : એલએસી પર તણાવ ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેનું કહેવું છે કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અમે જે પગલા ભર્યા છે તે ઐતિહાસિક છે એમ સુરક્ષા માટે સંપૂર્ણ રણનૈતિક પગલા ભર્યા છે. છેલ્લા ૩ મહિનાથી સ્થિતિ તણાવપૂર્ણ છે. અમે વાતચીત દ્વારા સ્થિતિને પહોંચી વળીશું અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ access_time 12:49 pm IST