Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જુહી ચાવલાની થ્રોબેક તસવીર

મુંબઈ: અભિનેત્રી જૂહી ચાવલાની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીર અભિનેત્રી જૂહી ચાવલાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર શેર કરતા જુહી ચાવલાએ લખ્યું છે - 'મુંબઈના નાગરિકો અહીં શિયાળાની રાહ જોતા હોય છે.' સોશિયલ મીડિયા પર જુહીની થ્રોબેક તસવીર પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેત્રી જુહી ચાવલા બોલિવૂડની એક અભિનેત્રીઓ છે, જેણે પોતાના અભિનયમાં છાપ છોડી દીધી છે. જુહીએ 1984 માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી જુહીને ઘણી ફિલ્મ્સની ઓફર મળવાનું શરૂ થયું. તેમણે 1986 ની મલ્ટીસ્ટારર ફિલ્મ 'સલ્તનત'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

(5:31 pm IST)
  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : બપોરે 1-45 કલાક સુધીની મત ગણતરી મુજબ TRS 62 બેઠકો ઉપર આગળ : AIMIM 31 સીટ ઉપર તથા BJP 22 સીટ ઉપર આગળ : કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ access_time 2:07 pm IST

  • સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું દુઃખદ નિધન : જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીનું આજે ભાવનગર મુકામે દુઃખદ નિધન થયુ છે : તેઓ ૮૩ વર્ષના હતા : કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા access_time 3:20 pm IST