Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સસ્પેન્સ થ્રિલરનું શુટીંગ શરૂ કર્યુ દર્શન કુમારે

અભિનેતા દર્શન કુમાર અનેક મોટી ફિલ્મો કરી ચુકયો છે. છેલ્લે તેણે બોબી દેઓલને બાબાના રોલમાં રજૂ કરનાર આશ્રમ સિરીઝમાં પોલીસ અધિકારીનો રોલ નિભાવ્યો હતો. આ પહેલા દર્શન કુમાર એનએચ-૧૦, મૈરી કોમ, સરબજીત, બાગી-૨ સહિતની ફિલ્મો કરી ચુકયો છે. પાછલુ વર્ષ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે ધીમુ રહ્યું હતું. પણ નવા વર્ષમાં હવે બધા ધડાધડ કામ કરી રહ્યા છે. દર્શન કુમારે ટી-સિરીઝ બેનરની એક સસ્પેન્સ થ્રિલર સાઇન કરી છે. તેણે કહ્યું હતું કે મારું નવું વર્ષ ખુબ સારી રીતે શરૂ થયું છે. ભુષણ કુમાર એક અદ્દભુત સસ્પેન્સ થ્રિલર પર કામ કરી રહ્યા છે. હું તેમાં જોડાઇને અત્યંત ખુશ છુ઼ં. મેં શુટીંગ પણ શરૂ કરી દીધું છે. દર્શન સાથે આ ફિલ્મમાં આર. માધવન, અપારશકિત ખુરાના સહિતના કલાકારો પણ છે. દર્શન કહે છે સારી સ્ક્રિપ્ટ પર કામ કરવું ખુબ મજેદાર હોય છે. પણ વધુ સારી વાત એ છે કે તમારી સાથે ખુબ ઉમદા સહ-કલાકાર પણ છે. હું આ બધા કલાકારો સાથે કામ કરવા અત્યંત ઉત્સુક છું.

(10:20 am IST)