Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હવે સમય બદલાયો છેઃ ગુલશન દેવૈયા

બોલીવૂડમાં ફિલ્મ ધેટ ગર્લ ઇન યલ્લો બૂટથી અભિનય કારકિર્દી શરૂ કરનાર ગુલશન દેવૈયા ગયા વર્ષે ઘોસ્ટ સ્ટોરીઝ તથા તાજેતરમાં ઓનલાઇન આવેલી અનપોઝડમાં જોવા મળ્યો હતો. ફૂટફેરીમાં પણ તે ગુલશન નામના ખાસ રોલમાં દેખાયો હતો. તેણે દમ મારો દમ, હેટ સ્ટોરી, શેતાન, ગલિયો કી રાસલીલા-રામલીલા, હન્ટરર, કમાન્ડો-૩ સહિતની ફિલ્મોમાં નોંધપાત્ર ભુમિકા નિભાવી છે.  બેંગલુરૂ કર્ણાટકમાં જન્મેલો ગુલશન શેતાનના તેના રોલને કારણે બધાનુ ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતાં કે કન્નડ સુપરસ્ટાર યશએ કેજીએફ ચેપ્ટર-૨ માટે ડબલ ફી વસુલ કરી છે. ગુલશને આ સંદર્ભના પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે એંસીના દાયકામાં જો કોઇ કલાકાર પોતાની આવક વિશે પબ્લીસીટી કરે તો તેને ભાઇનો ખંડણી માટે કોલ આવી જતો હતો. પણ હવે સમય બદલાયો છે, પરંતુ દેખાવ હજુ પણ છે. બોલીવૂડના સ્ટાર્સ આજે પણ આ પ્રકારનો દેખાડો કરવામાં આગળ છે. કોઇનું હું અપમાન નથી કરતો, આ મારું અંગત નિરિક્ષણ છે.

(10:20 am IST)