Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

બાબા બન્યા પછી ખતરનાક વિલન બનશે બોબી

અભિનેતા બોબી દેઓલને બોલીવૂડમાં લાંબા સમય પછી કમબેક કર્યા પછી જે ફિલ્મો કરી તેના દ્વારા જે સફળતા નહોતી મળી એ કામ વેબ સિરીઝ આશ્રમે કરી બતાવ્યું હતું. આ સિરીઝની બંને સિઝન સુપરહિટ રહી હતી. બાબા નિરાલાની બોબીની ભુમિકાને ખુબ પસંદ કરવામાં આવી છે. હવે બોબી દેઓલ સાઉથની એક ખુબ મોટી ફિલ્મમાં ખતરનાક વિલનનો રોલ ભજવવા તૈયાર થયો છે. આ ફિલ્મમાં તે દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર સામે ટક્કર લેતો જોવા મળશે. ચર્ચા છે કે આ ફિલ્મ બાહુબલી જેવી ધમાકેદાર હશે. બોબી ફિલ્મ વિશે તમામ જાણકારી મેળવવામાં વ્યસ્ત છે. બોબીએ કદી પણ આવો રોલ અને એ પણ સાઉથની ફિલ્મમાં નિભાવ્યો નથી. આ કારણે તે ખુબ ઉત્સુક છે. કારકિર્દીમાં તેણે મોટે ભાગે પોઝિટિવ રોલ નિભાવ્યા છે. આશ્રમ સિરીઝને હજુ પણ લોકો જોઇ રહ્યા છે. બંને ભાગ પસંદ કરી ચુકેલા દર્શકો હવે ત્રીજા ભાગની રાહમાં છે.

(10:20 am IST)