Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

યુટ્યુબ પર શહનાઝ ગિલનું પંજાબી ગીત 'ફેસબુક વાલી'એ મચાવી ધમાલ

મુંબઈ: બિગ બોસ 13 ની પૂર્વ સ્પર્ધક શહનાઝ ગિલ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ઘણીવાર તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તેણે એક નવું પંજાબી ગીત રજૂ કર્યું છે. ગીતનું નામ 'ફેસબુક વાલી' છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

ગીતમાં શહનાઝ ગિલની નવી સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી છે. શહનાઝ ગિલનું પંજાબી ગીત 'ફેસબુક વાલી' વર્ષ 2018 માં રજૂ થયું હતું. તેની લોકપ્રિયતાનો અંદાજ હકીકત પરથી લગાવી શકાય છે કે તે અત્યાર સુધીમાં 29 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ગીત અવતાર દિપક અને ગુર્લેજ અખ્તર દ્વારા ગાયું છે. જતીન લિખારીએ તેના ગીતો લખ્યા છે.

(5:11 pm IST)