Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કેટરિના કૈફ નવી ફિલ્મની તસ્વીર કરી શેયર

મુંબઈ: અભિનેત્રી કેટરિના કૈફે તેની આગામી હોરર કોમેડી ફોન ભૂતનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ગુરુવારે તેણે તેની નવી ગેંગની તસવીર સહ-અભિનેતા ઇશાન ખટ્ટર અને સિદ્ધંત ચતુર્વેદીની સાથે શેર કરી છે. કેટરીનાએ સેટ પરથી કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે સિદ્ધંત અને ઇશાન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ત્રણેયને ઉદેપુરના તળાવના કાંઠે મનોહર દૃશ્યની મજા માણતા જોઇ શકાય છે, જ્યાં હાલમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે, જ્યારે તેના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છે. અભિનેત્રી છેલ્લે સલમાન ખાનની સાથે 2019 માં આવેલી ફિલ્મ 'ભારત'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

(5:12 pm IST)