Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

યામી ગૌતમે 'ઉરી' ના ડિરેક્ટર સાથે ચોરીછીપી કરી લીધા લગ્ન: ફોટો થયા વાઇરલ

મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ  છે. તેને 4 જૂને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે સાત લીધા છે. બંનેના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યામીને ખુદ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીર શેર કરતા યામીએ લખ્યું - અમારા પરિવારના આશીર્વાદથીઅમે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. ગોપનીયતા માટે અમારા લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ હાજર હતા. અમે આ જીવનયાત્રામાં તમારા પ્રેમ અને મિત્રતા - પ્યાર યામી અને આદિત્ય સાથે  આશીર્વાદ મેળવવા માંગીએ છીએ.

(5:05 pm IST)