Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલના ચાહકો માટે :ફરી એકવાર આ શોમાં સાથે જોવા મળી શકે છે......

મુંબઈ: બિગ બોસ 13 થી સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડી પ્રેક્ષકોના દિલમાં વસે છે. તે ઓનસ્ક્રીન હોય અથવા ઓફસ્ક્રીન ચાહકો આ બંને સ્ટાર્સને સાથે જોવા માંગે છે. આવી સ્થિતિમાં ચાહકોને એક સારા સમાચાર મળી શકે છે. ચાહકો સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડીને સિદનાઝ કહે છે. બીજી તરફ સિડનાઝના ચાહકો માટે એક સારા સમાચાર છે કે ટૂંક સમયમાં જ બંને એક સાથે ઓનસ્ક્રીન પણ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ ટૂંક સમયમાં સીરીયલ 'કુમકુમ ભાગ્ય' ના અભિ અને પ્રજ્ઞા બનવા જઈ રહ્યા છે.

(5:17 pm IST)