Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

'સુપર ડાન્સર શો'માં શિલ્પા શેટ્ટીની જગ્યા મલાઇકા લેશે

શિલ્પા અને અનુરાગ બાસુ પર્સનલ કમિટમેન્ટના કારણે કેટલાક અઠવાડિયા માટે શોમાંથી બહાર રહેશે

મુંબઇ, તા.૬: ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર ૪'નો સેટ ગયા અઠવાડિયે દમણમાં રિલોકેટ કરવામાં આવ્યો હતો. જજ શિલ્પા શેટ્ટી અને અનુરાગ બાસુ પર્સનલ કમિટમેન્ટના કારણે કેટલાક  અઠવાડિયા માટે શોમાંથી બહાર રહયા હતા. ગયા અઠવાડિયે રેમો અને ફરાહ ખાને તેમની જગ્યા લીધી હતી અને મુંબઇથી શૂટિંગ કર્યુ હતું. રિલોકેશન બાદ, જો કે અનુરાગ બાસુ જજ તરીકે પરત ફર્યા છે, પરંતુ શિલ્પા શેટ્ટીને પરત આવવામાં થોડો સમય લાગશે. તેથી, શોના મેકર્સે શિલ્પા શેટ્ટીની જગ્યાએ મલાઇકા અરોરાને ગેસ્ટ જજ તરીકે બોલાવવાનું નક્કી કર્યુ છે. આ વિશે વાત કરતાં પ્રોડયૂસર રણજીત ઠાકુરે કહયું, 'શિલ્પા શેટ્ટી કેટલાક અઠવાડિયા માટે શો જજ કરવા માટે ઉપલબ્ધ નથી. તેથી, અમે મલાઇકા અરોરાને તેની જગ્યાએ લાવ્યા છીએ. અપકમિંગ એપિસોડમાં ટેરેન્સ લૂઈજ પણ તેમને જોઇને કરશે. દમણમાં શૂટિંગ કરવા અંગે રણજીતે કહયું કે, આખી ટીમ અહીયા છે અને નિયમિત દરેકનો ટેસ્ટ કરવામાં આવે છે. અમે તમામ સાવચેતી પણ રાખી રહયા છીએ. જયારે જજ મુંબઇથી દમણ ટ્રાવેલિંગ કરે છે ત્યારે શૂટિંગ કરતાં પહેલા તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. આ કપરો સમય છે અને આ અમે ઓછા લોકો સાથે કામ કરી રહયા છીએ. સુપર ડાન્સર ૪ એ ડાન્સ રિયાલિટી શો છે. જેમાં દેશભરના ટેલેન્ડ બાળકો ભાગ લે છે.
 

(11:34 am IST)