Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મેં પ્રામાણિક પ્રયાસ કર્યો છેઃ સિધ્ધાર્થ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. શેરશાહ નામની ફિલ્મમાં તેણે કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું છે. સિધ્ધાર્થે કહ્યું હતું કે વિક્રમજીનું પાત્ર ભજવવું એ મારા માટે ખુબ જ મોટી જવાબદારી સમાન કામ હતું. શહિદ કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ મારા માટે યાદગાર બની ગયો છે. કારગિલ શહિદ દિવસના એક દિવસ પહેલાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થે કહ્યું હતું કે યુનિફૉર્મ પહેરીને પાત્ર ભજવવાનો હંમેશાં ગર્વ થાય છે, પરંતુ લેજન્ડરી વોર હીરો કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર પરદા પર ભજવવું ખૂબ જ મોટી જવાબદારી હતી. આ વ્યકિતની બહાદુરી અને જુસ્સાની રિયલ લાઇફ સ્ટોરીને સ્ક્રીન પર લાવવા માટે શારીરિક અને માનસિક એમ બંને રીતે તૈયારી કરવી જરૂરી હતી. તેમની બહાદુરી અને પર્સનાલિટીને ખૂબ જ પ્રામાણિક રીતે પરદા પર રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે.

(10:06 am IST)