Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પાટણનાં વીરાંગના પર આધારિત ગુજરાતી ફિલ્મ 'નાયિકા દેવી'

ચાલુકય વંશનાં રાણી નાયિકા દેવીએ પાટણની ભૂમિ પર વર્ષોથી સુધી રાજ કર્યું હતું. તેમણે સાલ ૧૧૭૮માં થયેલા યુધ્ધમાં મોહમ્મદ ધોરીને પરાજિત કર્યો હતો

મુંબઇ,તા. ૬ : ૧૨મી સદીમાં ગુજરાતની ધરતી પર રાજ કરનાર ભારતના પ્રથમ વીરાંગના મહારાણી નાયિકા દેવીનાં જીવન પર આધારિત એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઐતિહાસિક વિષય અને 'નાયિકા દેવી-ધ વોરિયર કવીન' શીર્ષકવાળી આ ફિલ્મમાં ખુશી રાહ ટાઇટલ ભૂમિકા ભજવવાની છે. ચાલુકય વંશનાં રાણી નાયિકા દેવીએ પાટણની ભૂમિ પર વર્ષોથી સુધી રાજ કર્યું હતું. તેમણે સાલ ૧૧૭૮માં થયેલા યુધ્ધમાં મોહમ્મદ ધોરીને પરાજિત કર્યો હતો. આ ફિલ્મનું શુટિંગ હજી શરૂ થયું નથી. પરંતુ ફિલ્મનું ટીઝર ગયા મહિને રિલીઝ કરવામાં આવ્યું હતું.

ખુશી શાહ કરે છે, 'નાયિકા દેવીનો રોલ મને આશ્ચર્યજનક રીતે મળ્યો હતો. નિર્માતા ફિલ્મના શૂટિંગ માટે યોગ્ય પટકથાની શોધમાં હતા અને એમની જાણમાં નાયિકા દેવીની વાર્તા આવી. એમને મને ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે મને ખૂબ ગમી ગઇ હતી. તે પછી એમણે મને કહ્યુ કે નાયિકા દેવીની ભૂમિકા મારે જ ભજવવાની છે. મારા આશ્ચર્યનો પાર નહોતો રહ્યો મે ઓડિશન આપ્યું. નિર્માતા કહ્યુ કે રોલમાં હું એકદમ ફિટ થાઉં છું.' ફિલ્મમાં ચિરાગ જાની નાયિકા દેવીના પતિના રોલમાં છે. મોહમ્મદ ધોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલા પાટણનાં બહાદુર મહારાણી નાયિકા દેવીએ એને ધુળ ચાટતો કર્યો હતો. નાયિકા દેવી કદમ આજના ગોાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા. નાયિકા દેવીના પતિ અજ્યપાલ સિંહજની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રના માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુધ્ધકાળમાં પર પારંગત હતા. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે. એમ ધારી મોહમ્મદ ધોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ઘસી આવ્યો હતો. આબુ નજીકના સ્થળે થયેલા યુધ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળના લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ધોરી ખરાબ રીતે ઘાયલ થઇને હાર્યો હતો. તે પછી ઘોરીએ ૧૧ વર્ષ સુધી ભારત પર ચઢાઇ કરવાની હિંમત કરી શકયો ન હોતો.

(10:07 am IST)