Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વધુ એક ફિલ્મનું કામ શરૂ કર્યુ પંકજે

અભિનેતા પંકજ ત્રિપાઠીએ નવી ફિલ્મનું કામ શરૂ કરી દીધું છે. તાજેતરમાં તેણે અક્ષય કુમાર સાથેની ઓમેજીની સિકવલનું શુટીંગ પુરૂ કર્યુ છે. હવે તે શેરદિલ ફિલ્મમાં કામ કરે છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. જે પીલીભીત ટાઈગર રિઝર્વમાં બનેલી વાસ્તવિક જીવનની ઘટનાથી પ્રેરિત છે, જ્યાં ગ્રામીણો તેમના પરિવારના વૃદ્ધ સભ્યોને વાઘનો શિકાર બનવા દેતા હતા અને પછી વહીવટીતંત્ર પાસેથી વળતરનો દાવો કરતા હતા. જો કે વૃદ્ધ ગ્રામજનો પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી વન અધિકારીઓને વાસ્તવિક ઘટનાઓ વિશે શંકા ઉભી થાય છે.

પંકજ ત્રિપાઠી એક ગામડાના વડાની ભૂમિકા ભજવે છે જે તેના ગરીબ પરિવારને બચાવવા માટે જંગલમાં જવા માટે મજબૂર છે. શેરદિલનું નિર્દેશન શ્રીજીત મુખર્જી કરી રહ્યા છે. પંકજ સાથે નીરજ કબી અને સયાની ગુપ્તા પણ છે. શ્રીજીતે કહ્યું હતું કે પંકજ ત્રિપાઠી આજે દેશના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તે હમેંશા નવુ વસ્તુઓ અજમાવવા અને જરૂર પડ્યે સુધારો કરવા તત્પર હોય છે. તેમની હાજરી એક દિગ્દર્શક માટે ખૂબ જ આનંદની વાત હોય છે.

(10:02 am IST)