Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ત્યારે અસંતોષ જેવું કંઇ નહોતું: પૂનમ

અભિનેત્રી પૂનમ ઢિલ્લોને બોલીવૂડમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેણે રાજકારણમાં સામેલ થઇ ત્યાં કામ કર્યુ હતું. પૂનમ હાલમાં વેબ સિરીઝ દિલ બેકરારમાં જોવા મળી રહી છે. તેણે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવું અને સમાજમાં બદલાવ લાવવા માટેનું મારુ પગલુ હતું. મને ૨૦૧૯માં મુંબઇ યુનિટમાં વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી સોંપાઇ હતી. ૨૦૦૪માં ભાજપમાં જોડાયા પછી ૨૦૧૯ સુધી તેણે સક્રિય ભુમિકા રાજકારણમાં ભજવી હતી. પૂનમ ઢિલ્લનનું કહેવું છે કે સોસાયટીમાં મારી પર્સનાલિટી એવી છે કે હું જેકંઈ કરું છું એમાં મારી ૧૦૦ ટકા એનર્જી આપું છું. એથી મને એવું નથી લાગતું કે હું બીજું કંઈ મિસ કરી રહી છું. હું જ્યારે રાજકારણમાં જોડાઇ ત્યારે મને અસંતોષ જેવું કંઈ નહોતું. સોસાયટીમાં બદલાવ લાવવા માટે મેં પોલિટિકસ જૉઇન કર્યું હતું. હું ઘણી સામાજીક પ્રવૃતિ કરતી હતી, કારણ કે એવાં થોડાં કાર્યો છે જે મારા દિલની ખૂબ નજીક છે. મને અહેસાસ થયો કે મારે જો સમાજમાં મોટો બદલાવ જોવો હોય તો મારે રાજકારણમાં જોડાવું પડશે

(10:03 am IST)