Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

‘પુષ્‍પા' -સ્‍ટાઇલમાં મહિલા ક્રિકેટરોની આજે ધમાલ

 

  નવી દિલ્‍હીઃ સોની એન્‍ટરપ્રાઇઝ ચેનલ પર આજે રાત્રે ૯.૩૦ વાગ્‍યે ધ કપિલ શર્મા શો'માં વિમેન ઇન બ્‍લુ' તરીકે જાણીતી ભારતની ટોચની મહિલા ક્રિકેટરો જોવા મળશે. આ સ્‍ટેન્‍ડ-અપ કોમેડી શોમાં તેઓ પણ કપિલ અને તેમના સાથી કલાકારો સાથે હસી-મજાકની મહેફિલમાં જોડાશે. એટલું જ નહીં, આ વર્લ્‍ડ-કલાસ ખેલાડીઓ અભિનેતા અલ્લુ અર્જુનની પુષ્‍પા' -સ્‍ટાઇલથી પણ સૌ કોઇનું મન મોહી લેશે. ખેલાડીઓ હરમનપ્રીત કૌર, ઝુલન ગોસ્‍વામી, પૂજા વષાાકર, મેધના સિંહ, સ્‍નેહ રાણા, યાસ્‍તિકા ભાટિયા અને શેફાલી વર્મા સામેલ હશે

(3:53 pm IST)