Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે અદિતિ રાવ હૈદરી

મુંબઈ: અભિનેત્રી અદિતિ રાવ હૈદરી 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ Vivo Indiaનું પ્રતિનિધિત્વ કરશે.અદિતિ રાવ હૈદરીએ કહ્યું, “હું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર ચાલવા અને વૈશ્વિક સ્તરે Vivo બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.યોગેન્દ્ર શ્રીરામુલા, ડાયરેક્ટર બ્રાંડ સ્ટ્રેટેજી, Vivo India, જણાવ્યું હતું કે, “Vivo એ સ્માર્ટફોન જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ફેસ્ટિવલ Vivo અને અદિતિ રાવ હૈદરી બંને માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે અમે બંને કેન્સ 2022માં અમારી શરૂઆત કરી રહ્યા છીએ. અમે અમારી ફ્લેગશિપ 80 સિરીઝના સિનેમેટિક સ્ટાઈલ વીડિયો મોડ પર કેન્સ 2022ની અમારી પ્રથમ મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. Vivo India 17 મે થી 28 મે, 2022 દરમિયાન યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક નવું અભિયાન શરૂ કરશે. જેમાં તેની સાથે અભિનેત્રી અદિતિ રાવ હૈદરી જોવા મળશે. આ અભિયાનનું નામ 'માય લાઈફ ઈઝ મૂવી' હશે.

 

(4:52 pm IST)