Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

આ ઓફર એક તક સમાન હતીઃ શ્રુતિ ઝા

ટીવી પરદે અમુક અભિનેત્રીઓ જેટલી સીધી સાદી દેખાતી હોય છે એના કરતાં અનેકગણી વધુ બોલ્‍ડ અસલી જિંદગીમાં હોય છે. આ વાત જે તે અભિનેત્રીના સોશિયલ મિડીયા એકાઉન્‍ટ્‍સમાં તેની તસ્‍વીરો અને વિડીયો પરથી જાણી શકાય છે. શ્રુતિ ઝા પણ આવી જ અભિનેત્રી છે. તે હાલમાં ફિઅર ફેક્‍ટર-ખતરો કે ખિલાડી જેવા જોખમી ગણાતા રિયાલટી શોમાં સ્‍ટંટ કરતી જોવા મળી રહી છે. શ્રુતિ આવા પ્રકારના શોમાં પણ ભાગ લેશે તેવી કોઇએ કલ્‍પના પણ નહોતી કરી. કારણ કે તેને દર્શકોએ ડાહી ડમરી વહુના રોલમાં જ નિહાળી છે. શ્રુતિ કહે છે મેં કદી રિયાલીટી શોમાં કામ કરવાનું વિચાર્યુ નહોતું. પરંતુ મને સતત ઓફર આવવા લાગી હતી અને મારી સિરીયલ કુમકુમ ભાગ્‍ય પણ પુરી થઇ ગઇ હોઇ મારા માટે આ ઓફર એક તક સમાન હતી. આ શોમાં મને મારું અસલી વ્‍યક્‍તિત્‍વ બતાવવાની પણ તકી મળી છે. જો કે ફિક્‍શન શો મારી પહેલી પસંદ રહેશે.

(10:43 am IST)