Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

હું એ વાત કદી નહિ ભુલું: અમન વર્મા

ટીવી અને ફિલ્‍મોના પરદે કામ કરીને ઘર ઘરમાં જાણીતો અભિનેતા અમન વર્મા  ઘણા સમયથી ટીવી પરદેથી ગાયબ છે. છેલ્લે તે ૨૦૧૫માં બિગ બોસ-૯માં તથા સિરીયલ શપથમાં દેખાયો હતો. એ પછી તે ટીવી પરદે આવ્‍યો નથી. અમન કહે છે આ માધ્‍યમમાં હવે મજા આવે એવું કંઇ રહ્યું નથી. કન્‍ટેન્‍ટમાં જેવો વિકાસ થવો જોઇએ એ પણ થઇ રહ્યો નથી. જો કે હું એ વાત કદી નહિ ભુલું કે હું જે કંઇ છું તે ટીવીને કારણે જ છું. પરંતુ હવે બદલાવ જરૂરી છે.   અમન કહે છે હવે વેબ શો પણ સારા ચાલે છે અને સાઉથ ઇન્‍ડસ્‍ટ્રી પણ પુરબહારમાં ખીલી છે. અમને પણ બે વેબ શોમાં કામ કર્યુ છે. અમને તેની સલાહકાર વંદના લાલવાણી સાથે છ વર્ષ પહેલા લગ્ન કર્યા હતાં. તે કહે છે હું એકલો હતો ત્‍યારે વાત વાતમાં ઉશ્‍કેરાઇ જતો હતો. પરંતુ લગ્ન પછી હું ખુશ શાંત બની ગયો છું અને લગ્ન જીવન પણ ખુબ સારુ ચાલી રહ્યું છે. સમય આવ્‍યે અમે માતા પિતા પણ બનીશું. પરંતુ દરેક કામનો ચોક્કસ તબક્કો હોય છે.

(10:40 am IST)