Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બંનેની કેમેસ્‍ટ્રીએ સોશ્‍યલ મીડિયા પર મચાવી ધૂમ!

રણબીર સાથે ફરી વાણી કપૂરના ફોટો થયા વાયરલ

રણબીર કપૂર અને વાણી કપૂર આ પોતાની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘શમશેરા'ના પ્રમોશનમાં ખૂબ જ વ્‍યસ્‍ત ચાલી રહ્યા છે અને આ દરમિયાન તેમણે ફિલ્‍મ માટે ફોટોશૂટ પણ કરાવ્‍યુ છે, જેની તસવીરો હવે ધીમે-ધીમે સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ‘શમશેરા'ને પ્રોડ્‍યુસ કરનાર યશરાજ ફિલ્‍મ્‍સ અને વાણી કપૂરે આજે આ ફોટોશૂટના ફોટો પોતપોતાના સોશ્‍યલ મીડિયા પર શેર કર્યા હતાં.

રણબીર અને વાણીના પહેલા ફોટોશૂટની તસવીરો જે સામે આવી હતી, તેમાં રણબીર મરૂન શૂટ-પેન્‍ટમાં જોવા મળી રહ્યા હતાં, જોકે વાણી બ્‍લેક કલરની ડ્રેસમાં ગ્‍લેમરનનો તડકો લગાવતી જોવા મળી હતી.

હવે નવા ફોટોશૂટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં એકવાર ફરી રણબીર અને વાણીની ગજબની કેમિસ્‍ટ્રી જોવા મળી રહી છે.

રણબીર અને વાણીના આ ફોટોશૂટની તસવીર પણ સોશ્‍યલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

ફેન્‍સને બંનેના આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે તેમજ તેમાં લાખો લાઇક્‍સ પણ આવી રહી છે.

(4:15 pm IST)