Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રૂપેરી પડદે જાજરમાન અને ઐશ્વરમાં જીવતી અભિનેત્રીઓની પડદા પાછળની ગુમનામ જીંદગીને જાણો

અભિનેત્રીઓ સારિકા, રેખા, મલ્લિકા શેરાવત, કંગના રનૌત અને અમિષા પટેલની અંગત-અનોખી જીંદગી

મુંબઇઃ ઘણી એવી ફિલ્‍મ અભિનેત્રીઓ છે કે જેના ઘરના અંગત સંબંધોને કારણે તે અસંતુષ્‍ટ હોય છે છતાં સંઘર્ષમાંથી સફળતાના શિખરો સર કરનાર અને પોતાની જાતને અવ્‍વલ નંબર સાબિત કરનાર સારિકા, રેખા, મલ્લિકા શેરાવત, કંગના રનૌત, અમિષા પટેલનો સમાવેશ થાય છે.

બોલિવુડના સ્ટાર્સની જિંદગી જોઈ આપણે મોંહી જઈએ છીએ, તેમના જેવી લાઈફ આપણી પણ હોય તેવી ચાહના હોય છે. પરંતુ તમને ખબર નહીં હોય કે અમે જે સ્ટાર્સની વાત કરવાના છીએ તેમની જિંદગીમાં અનેક સંઘર્ષ હતા. ઘરમાં સારા સંબંધ ન હોવા છતાં પોતાની જાતને સાબિત કરી બતાવી છે. કોણ છે સંઘર્ષમાંથી સફળતાના શિખર પર પહોંચેલા આ સ્ટાર્સ?

સારિકા

સારિકાના પિતાનું તેના બાળપણમાં જ મૃત્યુ થયું હતું, જેના કારણે તે નાની ઉંમરથી જ ઘર ચલાવવા માટે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવા લાગી હતી. સારીકાની તમામ કમાણી તેની મા હડફી લેતી હતી. 

રેખા

એક ટો શોમાં રેખાએ કહ્યું હતું કે જ્યારે તે નાની હતી તો તેના પિતા તેને છોડીને જતા રહ્યા હતા. બાળપણથી પોતે ક્યારેય પિતાને ઘરમાં નથી જોયા. રેખાએ આગળ કહ્યું કે, તેમના પિતાએ ચાર લગ્ન કર્યા હતા જેમાં તેમના અનેક બાળકો છે. 

મલ્લિકા શેરાવત

આ અભિનેત્રીના પરિવારજનો તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જવા દેવા ઈચ્છતા ન હતા. મલ્લિકાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ગઈ તેના કારણે તેને મારપીટ પણ કરવામાં આવી હતી. પરંતુ મલ્લિકા પોતાના નિર્ણયથી હટી નહીં, પોતાની લગ્નોત્તર સંબંધને પાછળ છોડી દે આગળ વધી.

કંગના રનૌત

બોલિવુડની કોન્ટ્રોવર્સી કિંગ બની ગયેલી અભિનેત્રી કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતા બિલકુલ ખુશ ન હતા. કારણ કે ઘરે દીકરીનો જન્મ થયો હતો. કંગનાએ કહ્યું કે મારા પિતા સાથે મારા સંબંધ સારા નથી રહ્યા.

અમિષા પટેલ

ગદર મુવીમાં જેના દમદાર રોલના વખાણ થયા હતા તે અમિષા પટેલની અંગત જિંદગી ખુબ જ સંઘર્ષથી ભરેલી છે. આજે પણ તેના માતા-પિતા સાથે તેનો ઝઘડો જગજાહેર છે. અમિષાએ પોતાના પિતાને કોર્ટમાં પણ ઘસેટ્યા હતા. અભિનેત્રીનો આક્ષેપ છે કે તેની કમાણીનો ખોટો ઉપયોગ કરાયો, અમિષાએ પોતાના પિતા પર 12 કરોડનો કેસ પણ કર્યો હતો. તેણે મીડિયામાં કહ્યું હતું કે તેની મા તેને ચંપલથી મારતી હતી.

(5:58 pm IST)