Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ટીવી સિરિયલ્સની TRPમાં ‘અનુપમા’ને પાછડ છોડી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ફરી નંબર 1ની પોઝિસન પર આવ્યું

ટોપ 10 ટીવી સિરિયલ્સની લિસ્ટમાથી ઈમલી અને નાગિન 6 નુ પત્તુ કપાયુ : “અનુપમા” બીજા ક્રમાંકે અને “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ત્રીજા સ્થાને રહ્યું

મુંબઈ તા.07 : ટીવી સિરિયલોની TRPનું લિસ્ટ જાહેર થયું છે. જેમાં આપણાં સૌના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અનુપમાને પાછડ છોડી ફરી એક વખત નંબર 1નો તાજ પોતાને નામ કર્યો છે. જ્યારે અહી અચરજ પમારનાર વાત તો એ છે કે, ટોપ  10ની લીસ્ટમાં ઈમલી અને નાગિન-6 નુ પત્તુ કપાય ગયુ છે.

તમામ સિરિયલોને પાછળ છોડીને ફરી એક વખત નંબર 1નો તાજ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના માથે છે. ઉલ્લેખનીય છે કે આ શો છેલ્લા 14 વર્ષથી તેના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. જ્યારે સીરિયલ 'અનુપમા' આ વખતે બીજા નંબરે પહોંચી છે. ભલે આ શો ટી.આર.પી.ની યાદીમાં બીજા નંબર પર છે. પરંતુ અનુપમા અને તેના પરિવારને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. શાહ પરિવારમાં ચાલી રહેલા ડ્રામા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. તેમજ ત્રીજું સ્થાન 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' એ મેળવ્યું છે. હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડનો અભિનય બધાને પસંદ આવી રહ્યો છે.

આ અઠવાડિયે કુંડલી ભાગ્ય TRP લિસ્ટમાં ચોથા નંબરે પગ જમાવી રહી છે. જો કે છેલ્લા બે અઠવાડિયાથી આ નંબર પર આ સિરિયલ કાયમ છે. જ્યારે કુંડળી ભાગ્યની બરાબર નીચે કુમકુમ ભાગ્ય છે. એટલે કે તે સીરીયલ નંબર 5 ની ખુરશી સંભાળી રહ્યો છે. શોના ચાહકો તેને નંબર 1 પર જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેવી જ રીતે 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' ટીઆરપી લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે. શોના દર્શકોને સીરિયલની સ્ટોરી પસંદ આવી રહી છે, પરંતુ સ્ટોરીના ધીમા ટ્રેકને કારણે તે ટીઆરપીમાં આગળ વધી શકી નથી. અને સીરિયલ 'ઉડારિયા' પણ ટીઆરપી લિસ્ટમાં હલચલ મચાવી રહી છે. આ અઠવાડિયે શો નંબર 9 થી નંબર 7 પર પહોંચી ગયો છે. શોમાં ટૂંક સમયમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળવાના છે. સાથે જ આ અઠવાડિયે ટોચના 10 ટીવી શોની લિસ્ટમાંથી ઈમલી અને નાગિન 6 નુ પત્તુ કપાય ગયુ છે.

(11:00 pm IST)