Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

એ કામ પડકાર જનક હતું: પેરિન માલ્દે

આનંદ સાગરનો શો રામાયણ હાલમાં દંગલ ચેનલ પર ફરીથી પ્રસારીત થઇ રહ્યો છે. જેમાં લવ અને કુશની ભુમિકા પેરિન માલ્દે તથા ઋષભ શર્માએ નિભાવી છે. ૯ અને ૧૧ વર્ષના આ બાળકોએ આ રોલ નિભાવ્યા હતાં. લવ-કુશ રાક્ષસોનો પીછો કરે છે અને સ્વર્ણ કમળ શોધવા જાય છે તેના દ્રશ્યોનું શુટીંગ વડોદરાના સેટ પર થતું હતું. ત્યાં દિવસભર સખત ગરમી થતી હતી. પેરિન કહે છે-દ્રશ્યોને અસલી લોકેશન પર શુટ કરવામાં આવતાં હતાં. જંગલ અને શુષ્ક ક્ષેત્રોમાં ચાલીસ-પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં શુટીંગ થતું હતું. અમે શરીરે ધોતીયુ અને એક કપડુ જ પહેર્યા હતાં. સેટ પર શુટીંગનું એક દ્રશ્ય પુરૂ થતાં જ મારી માતા મને ભીના ટુવાલમાં લપેટી લેતી હતી. પગમાં ચપ્પલ પણ અમારે પહેરવાના નહોતાં. જંગલોમાં ઉઘાડા પગે જ શુટીંગમાં ભાગ લેવાનો હતો. એ ખુબ જ પડકારજનક કામ હતું. જો કે સેટ પર ડોકટરની વ્યવસ્થા રાખવામાં આવતી હતી. તેમજ સુરક્ષાનું પણ ધ્યાન રખાતુ હતું.  મેં મારા પાત્રને ન્યાય આપવા એ વખતે સખ્ત મહેનત કરી હતી. સેટ પર દરેક દિવસ રોમાંચક બની રહેતાં હતાં.

(9:58 am IST)
  • ૫૪ કેદીને સામટો કોરોના : ઉ.પ્ર.ના બાંદાની જેલમાં એક સાથે ૫૪ કેદીઓને કોરોના પોઝિટિવ આવેલ છે. એક કેદીનું ગઇકાલે મોત થયું હોવાનું જેલર આર.કે.સિંહે જણાવ્યું છે. : ૩ બેરેકમાં ૯૬ને ચેક કરવામાં આવેલ. અત્યાર સુધીમાં જેલમાં ૮૯ સંક્રમિત થયા છે. જેમાં ૫ મહિલા, ૬ સ્ટાફ, ૧ ડોકટર છે. access_time 3:04 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 42,77,584 થયો : 8,82,751 એક્ટિવ કેસ : વધુ 74,123 દર્દીઓ સાજા થતા કુલ 33,21,420 રિકવર થયા : વધુ 1129 લોકોના મોત ; કુલ મૃત્યુઆંક 72,816 થયો access_time 1:16 am IST

  • ઉત્તર પ્રદેશની રાજ્યસભાની બેઠકો ઉપર બીજા રાજ્યના ઉમેદવારોને ટિકિટ ન આપવી જોઈએ : રાજ્યના ઉમેદવારોને જ તક આપો : નવેમ્બરમાં ખાલી પડનારી રાજ્યસભાની 9 બેઠકો માટે સ્થાનિક ઉમેદવારોને તક આપવા કોમ્યુનિસ્ટ પાર્ટીની માંગ : પાર્ટીના પ્રવક્તા અતુલકુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો access_time 2:07 pm IST