Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ઓસ્કાર વિજેતા હોલીવુડ અભિનેતા સિડની પોઈટિયરનું અવશાન: બરાક ઓબામા-અનિલ કપૂર અને અન્ય હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ: હોલીવુડના દિગ્ગજ કલાકાર સિડની પોઈટિયરનું 94 વર્ષની વયે અવસાન થયું છે. બહામિયન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર મેળવનાર સિડની પ્રથમ અશ્વેત અભિનેતા હતો. તેમણે નાગરિક અધિકાર ચળવળ દરમિયાન એક પેઢીને પ્રેરણા આપી. 50 અને 60ના દાયકામાં, જ્યારે અમેરિકા જાતિવાદને લઈને તણાવમાં હતું, ત્યારે સિડની પોઈટિયરે ધર્માંધતા અને રૂઢિચુસ્તતાને પડકારતા પ્રોજેક્ટ્સ કર્યા. જેમાં 1967માં 'ગ્યુસ હુ ઈઝ કમિંગ ટુ ડિનર' અને 'ઈન ધ હીટ ઓફ ધ નાઈટ'નો સમાવેશ થાય છે.

(5:03 pm IST)