Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વધુ એક બોલિવુડ કિડ ની થશે રૂપેરી પડદે એન્ટ્રી : આદેશ શ્રીવાસ્તવનો પુત્ર અવિતેશ ‘સિર્ફ એક ફ્રાઇડે’થી ડેબ્યુ કરશે

ફિલ્મને લૉય્ડ બાપ્ટિસ્ટાએ ડિરેક્ટ કરી: ફિલ્મની સ્ટોરીમાં યુવાનની મમ્મી તેને ઍક્ટર બનાવવા માગે છે અને એ સપનું પૂરું કરવામાં તે ખૂબ મહેનત કરે છે

મુંબઈ : આદેશ શ્રીવાસ્તવનો દીકરો અવિતેશ શ્રીવાસ્તવ ‘સિર્ફ એક ફ્રાઇડે’ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ ગયો છે. ફિલ્મને લૉય્ડ બાપ્ટિસ્ટાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરીમાં જોવા મળશે કે યુવાનની મમ્મી તેને ઍક્ટર બનાવવા માગે છે અને એ સપનું પૂરું કરવામાં તે ખૂબ મહેનત કરે છે. પોતાને આ ફિલ્મમાં મળેલા બ્રેક વિશે અવિતેશે કહ્યું કે ‘મારા માટે આ ફિલ્મમાં કામ મળવું એ સન્માન અને ગર્વની વાત છે. મને સ્ટોરીએ ખૂબ આકર્ષિત કર્યો છે. મેં જ્યારે સ્ટોરી વાંચી હું તરત એની સાથે કનેક્ટ થઈ ગયો હતો. આ એક એવા પ્રકારની ફિલ્મ છે જેમાં ઍક્ટરની પર્સનલ જર્નીને એક્સપ્લોર કરવામાં આવશે અને એ જ બાબતે મને એક્સાઇટ કરી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે હું આતુર છું.’

(9:13 pm IST)