Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સફળતાની ઉજવણી કરી રૂહી અને ફૈઝુએસફળતાની ઉજવણી કરી રૂહી અને ફૈઝુએ

ઓલ્ટ બાલાજી અને ઝી ફાઇવ સાથે મળી ડિજીટલ પ્લેટફોર્મ પર દર્શકોને દરેક પ્રકારનું મનોરંજન પીરસતા રહે છે. તાજેતરમાં એકશન થ્રિલર સિરીઝ 'બૈંગ બૈંગ-ધ સાઉન્ડ ઓફ ક્રાઇમ્સ' રિલીઝ થઇ હતી. જેને દર્શકોએ પસંદ કરી છે. આ સિરીઝ આ વર્ષના પ્રારંભે આવેલી સોૈથી મોટી અને સર્વશ્રેષ્ઠ શ્રૃંખલા પૈકીની એક સમજાય છે. આ સિરીઝમાં યુવા કલાકારો મિસ્ટર ફૈઝુ અને રૂહી સિંહની જોડી પહેલીવાર એક સાથે આવી છે. બંનેએ સિરીઝની સફળતાની ઉજવણી કરી હતી. મિસ્ટર ફૈઝુ અને રૂહી સિંહે પોતાના ડિજીટલ ક્રિએટર મિત્રો સાથે સનડાઉન પાર્ટી યોજી હતી. જેમાં જન્નત જુબૈર, ખુશી ચોૈધરી સહિતના કલાકારો પણ સામેલ હતાં.

કલાકારો પોતાની નવી સિરીઝ બૈંગ બૈંગને મળી રહેલા સમર્થનને કારણે ખુબ જ ખુશ છે.  એકશનથી ભરપુર દ્રશ્યો અને ફૈઝુ તથા રૂહીની જોડીએ દર્શકોના દિલ જીત્યા છે. દમદાર ડાયલોગ પણ દર્શકોને ગમી રહ્યા છે. રહસ્ય, ધમાકેદાર એકશન ધરાવતી સિરીઝનું નિર્દેશન શ્રધ્ધા પાસી જયરથે કર્યુ છે.

(10:18 am IST)