Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

26મી જૂને રિલીઝ થશે 1983ના વર્લ્ડ કપ પર આધારિત રણવીરસિંહની ફિલ્મ 83

26મી જૂને રિલીઝ થશે 1983ના વર્લ્ડ કપ પર આધારિત રણવીરસિંહની ફિલ્મ 83

મુંબઈ : રિલાયન્સ એન્ટરટેઈનમેંટે ફિલ્મ 83 ની રજૂઆત વિશે કહ્યું છે કે તે 25 જૂને થિયેટરોમાં રિલીઝ થશે.

એક અહેવાલ અને સ્ત્રોત મુજબ રિલાયન્સ અને બાકીના નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે સ્પોર્ટ્સ ફિલ્મ જૂનમાં રિલીઝ થશે. ‘સૂર્યવંશી’ 2 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ પછી 12 એપ્રિલથી રમઝાન શરૂ થશે. ત્યારબાદ મે માં ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થશે. મેના છેલ્લા બે મહિનામાં કેટલીક વધુ ફિલ્મો રિલીઝ થઈ શકે છે, તેથી અમે નક્કી કર્યું છે કે 83 જૂનમાં રિલીઝ થશે.

ફિલ્મ 83, 1983 ના વર્લ્ડ કપ પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

(10:10 pm IST)