Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ડર અનુભવે છે ક્રિતી સેનન

સુપરસ્ટાર ટાઇગર શ્રોફની ધમાકેદાર ફિલ્મ ગણપતની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ટાઇગર સાથે ફિલ્મમાં ક્રિતી સેનન મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. ફરી વખત આ બંનેની જોડીને નિહાળવા મળશે એ કારણે ચાહકો ખુશ છે. ફિલ્મમાં જોરદાર એકશનનો ડોઝ ચોક્કસ છે. આ કારણે ક્રિતીને વધુ મહેનત કરવી પડશે. ક્રિતી પોતે પણ એકશન કરતી જોવા મળશે.

ક્રિતીએ કહ્યું હતું કે અમે શુટીંગ જુલાઇમાં શરૂ કરીશું. પરંતુ ટાઇગર સાથે એકશન કરવાની હોઇ જેથી મને થોડો ડર પણ લાગે છે. કારણ કે એકશનની બાબતમાં ટાઇગર જબરદસ્ત છે એ બધાને ખબર છે. ટાઇગર સાથે તમારે એકશન કરવી હોય તો પરફેકટ રહેવું પડે. ક્રિતી અને ટાઇગરે વર્ષ ૨૦૧૪માં હિરોપંતી ફિલ્મથી અભિનય કારકિર્દી એક સાથે શરૂ કરી હતી. આજે બંને પોતાની રીતે બોલીવૂડમાં સ્થાપિત થઇ ચુકયા છે.

(10:11 am IST)